• Skip Navigation Links

    આ શાખામાં સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા ચલાવવામાં આવતી ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વ્રુદ્ધ સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને નિરાધાર વ્રુદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજનાઓના અમલીકરણની કામગીરી થાય છે.



    • વરિષ્ઠ નાગરિક ધારાની જળવણી અને ક્લ્યાણ અંગેના દાવાઓની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળવામાં આવે છે.
    • ઉપરોક્ત તમામ યોજનાઓ માટેની ગાંધીનગરથી આવતી ગ્રાંટ (સહાય) તમામ તાલુકાઓને ફાળવવામાં આવે છે.
    • ઉપરોક્ત તમામ યોજનાઓનું જિલ્લા કક્ષાએ મોનીટરીંગ કરવામાં આવે છે.
    • લાભાર્થિઓ ધ્વારા કરવામાં આવતી સહાયના ચૂકવણાંમાં થયેલા વિલંબ તથા અન્ય સમસ્યાઓની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.
    • મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવતા પત્રો, ધારાસભ્યો ધ્વારા મોકલવામાં આવતા પત્રો તેમજ વિધાનસભા સત્ર ચાલૂ હોય ત્યારે આવતા તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોનાં સત્વરે જવાબ મોકલવામાં આવે છે.



    • વ્રુદ્ધ વ્યક્તિઓને આર્થિક સહાયતા


    • ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને

          ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે.

          આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.



    • ગરીબી રેખા નીચે જીવતાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ.૪૦૦/માસ અને ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને રૂ. ૭૦૦/માસ આપવામાં આવે છે.


    • ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
    • રહેઠાંણનો પુરાવો.
    • ઉંમરનો પુરાવો.
    • નાગરિક્ત્વનો પુરાવો.


    • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
    • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
    • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.



    • ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું મ્રુત્યુ થતાં એ કુટુંબના અન્ય લોકોને તાત્કાલીક જીવવાનો સહારો મળી રહે.


    • આ યોજના ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

          જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ સહાય એકવાર આપવામાં આવે છે.



    • ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબની મુખ્ય કમનાર વ્યક્તિ મ્રુત્યુ પામતાં તેનાં કુટુંબીજનોને રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય એકવાર મળવાપાત્ર થાય છે.


    • ગરીબી રેખાનું ઓળખપત્ર.
    • રહેઠાંણનો પુરાવો.
    • આકસ્મિક કે કુદરતી મ્રુત્યુનો દાખલો.
    • નાગરિક્ત્વનો પુરાવો.


    • લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
    • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
    • મ્રુત્યુ પામનાર વ્યક્તિની ઉંમર ૧૮-૬૪ વર્ષની હોવી જોઇએ.



    • આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વ્રુદ્ધોને આર્થિક સહાય કરવાનો છે.


    • આ યોજના ગુજરાત સરકાર ધ્વારા અમલી છે. આ યોજના તમામ નિરાધાર વ્રુદ્ધો (૬૦ - આજીવન) માટે અમલી છે.


    • જે વરિષ્ઠ નાગરિકોને પુત્ર નથી હોતા, તેમને આજીવિકા ચલાવવા માટે રાજ્ય સરકાર ધ્વારા રૂ. ૨૦૦/માસ ની સહાય કરવામાં આવે છે.


    • પેઢીનામું (જેમાં દર્શાવેલ હોય કે દિકરો નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલો છે.)
    • રહેઠાંણનો પુરાવો.
    • નાગરિક્ત્વનો પુરાવો.


    • લાભાર્થી નિરાધાર વ્રુદ્ધ હોવો જોઇએ.



    • વિધવા સ્ત્રીઓનું પુન:સ્થાપન.


    • ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયની ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને

          તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે.



    • ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર થશે, જ્યાં સુધી તેણી પુન:લગ્ન ન કરે અથવા તેણીનો પુત્ર ૨૧ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.


    • ગરીબી રેખાનું ઓળખપત્ર.
    • રહેઠાંણનો પુરાવો.
    • ઉંમરનો પુરાવો.
    • નાગરિક્ત્વનો પુરાવો.


    • લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
    • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
    • લાભાર્થી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઇએ.