• Skip Navigation Links

    વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન : વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન કાર્યક્રમ ગુજરાત સરકારે ૧૪મી નવેમ્‍બર, ૧૯૮૦થી અમલમાં મૂકેલ છે. આ કાર્યક્રમનો અમલ જીલ્‍લા આયોજન મંડળો મારફત થાય છે. તાલુકા કક્ષાએથી જરૂરીયાતના કામોની દરખાસ્‍ત તૈયાર થયે જીલ્‍લા આયોજન મંડળમાં મંજૂરી માટે રજૂ થાય છે. જીલ્‍લા આયોજન મંડળમાં જે તે જીલ્‍લાના રાજય સરકારના પ્રભારી મંત્રીશ્રી અધ્‍યક્ષ તરીકે હોય છે. જીલ્‍લા આયોજન અધિકારીશ્રી જીલ્‍લા આયોજન મંડળના સભ્‍ય-સચિવ છે.
    ૨૦ મુદ્દા કાર્યક્રમ :

    ૨૦ મુદ્દા કાર્યક્રમ-૨૦૦૬ એ રાષ્‍ટ્રીય કાર્યક્રમ છે. જેમાં ગરીબી નાબૂદ કરવી, ઉત્‍પાદકતા વધારવી, આવકની અસમાનતા ઘટાડવી તથા સામાજીક અને આર્થિક અસમાનતાઓ દૂર કરવી એટલે કે લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવાની રાષ્‍ટ્રની વચન-બદ્ધતા પ્રતિપાદ કરવાની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.


    વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવેકાધીન અને પ્રોત્‍સાહક જોગવાઇની રકમો પૈકી નીચે દર્શાવ્‍યા મુજબના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે.


    જીલ્‍લા આયોજન મંડળો પોતે પોતાના જીલ્‍લાની સ્‍થાનિક જરૂરીયાતોને લક્ષમાં લઇને સ્‍વતંત્ર રીતે ન્‍યૂનત્તમ જરૂરીયાત અંગેની યોજના ૧૦૦ ટકા સરકારી ગ્રાન્‍ટમાંથી મંજુર કરી શકે તે માટે વિવેકાધીન જોગવાઇ.

    જીલ્‍લા કક્ષાએ વધારાના નાણાકીય સાધનો (લોકફાળો) એકત્રિત કરવામાં આવે તેની સામે નિશ્ચિત પ્રમાણમાં સરકારી સહાય આપવા માટે પ્રોત્‍સાહક જોગવાઇ.




    • વિકેન્દ્રિત રચના યોજના પર કામ કરવા
    • MPLADS યોજના પર કામ કરવા
    • A.T.V.T યોજના પર કામ કરવા
    • MPL યોજના પર કામ કરવા
    • 20 મુદા યોજના પર કામ કરવા
    • સાગર ખેડુ સર્વાગી વિકાસ યોજના યોજના પર કામ કરવા.


    • સ્‍થાનિક અગત્‍ય ધરાવતા સામૂહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળ વિધાનસભા સભ્‍યશ્રીઓને મતવિસ્‍તાર દીઠ ફાળવવા અંગેની ગ્રાન્‍ટ (ધારાસભ્‍યોની ગ્રાન્‍ટ) રાજયના અત્‍યંત પછાત તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓની હરોળમાં લાવવા માટે વિકાસના કામો હાથ ધરી શકાય તે માટે ૩૦ વિકાસશીલ તાલુકાઓ તથા વિકાસશીલ તાલુકાઓમાં ઉમેરવામાં આવેલ માનવ વિકાસમાં પ્રગતિ હેઠળના ૧૧ વિકાસશીલ તાલુકાઓ એમ કુલ ૪૧ તાલુકાઓની માટેની જોગવાઇ.


    • માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયમાં રાષ્‍ટ્રીય પર્વોની ગરીમાને ઉજ્વલિત કરવા અને આ દિવસે પ્રજાના વિકાસ કામો માટે રાજય સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તે મુજબ જે જિલ્‍લામાં મહાનગરપાલિકા હોય તેવા જિલ્‍લામાં મહાનગરપાલિકા વિસ્‍તારમાં વિકાસના કામો હાથ ધરવા માટે રૂ. ૧/- કરોડ અને નગરપાલિકા વિસ્‍તારમાં વિકાસના કામો હાથ ધરવા માટે રૂ. ૧/- કરોડ કલેકટરશ્રી હસ્‍તક તથા જિલ્‍લાના ગ્રામ્ય વિસ્‍તારના વિકાસના કામો હાથ ધરવા માટે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હસ્‍તક રૂ. ૧/- કરોડની રકમ ફાળવવામાં આવે છે. આ નવી યોજના ૧૫મી ઓગસ્‍ટ-૨૦૦૩થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રજાસત્તાક દિન, સ્‍વાતંત્ર્ય દિન અને ગુજરાત સ્‍થાપના દિન જેવા રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૦૮-૦૯થી જે જિલ્‍લામાં રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી કરવાની થતી હોય તે જિલ્‍લા સિવાયના અન્ય ૨૫ જિલ્‍લાઓ પૈકી દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાની રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી દરમિયાન તાલુકાના વિકાસ કામો માટે તાલુકા દીઠ રૂ. ૨૫.૦૦ લાખની રકમ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.