• Skip Navigation Links

    ગુજરાત રાજયમાં ખુબ જ ઝડપથી થતા શહેરીકરણને કારણે ઉદભવતા વિવિધ પ્રશ્રોનું નિરાકરણ કરવા, શહેરીવિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ પુરી પાડવા તથા "સ્વચ્છ ગુજરાત - નિર્મળ ગુજરાત" ના સંકલ્પને યથાર્થ કરવા માટે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાનું સંકલન થાય તે ખુબ જ જરૂરી હતું જે અર્થે થઈને જિલ્લા શહેરી વિકાસ એજન્સીની સંકલનકર્તા એજન્સી તરીકે રાજ્ય સરકાર દ્રારા રચના કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૩૦/૦૬/૯૮ ના ઠરાવમાં જણાવ્યા અનુસાર જિલ્લાકક્ષા એ ગ્રામ વિકાસ એજન્સીની જેમ શહેરી વિસ્તારોમાં પણ વિકાસ યોજનાનું સંકલન કરવા તથા મોનિટરીંગ કરવા હેતુસર તા. ૦૬/૦૫/૯૯ ના રોજ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, નવસારીની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તથા સભ્ય સચિવ સિવાય કુલ ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે. હોદાની રૂએ કલેકટરશ્રી, નવસારી એ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, નવસારીના અધ્યક્ષ હોય છે.



    • નવસારી જિલ્લાની કુલ ૧૧ નગરપાલિકાઓને વિવિધ શહેરી વિકાસ યોજના અન્વયે માર્ગદર્શિકા મુજબ ગ્રાંટ તથા અન્ય સહાય પુરી પાડવી.
    • નગરપાલિકાઓમાં વિકાસલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય છે કે નહી તે અંગેની તકેદારી રાખવી.
    • નગરપાલિકાઓમાં વિકાસલક્ષી કાર્યોમાં ગુણવતા ના માપદંડો જળવાઈ રહે તે અંગે ચકાસણી કરવી.
    • વિવિધ વિકાસ લક્ષી યોજનાનું નગરપાલિકા કક્ષાએ થયેલ અમલીકરણ નું દર મહિને યોગ્ય મૂલ્યાંકન તથા સમીક્ષા કરવી.
    • રાજ્ય કક્ષાથી શહેરી વિસ્તારમાં વિકાસ યોજના માટે કામ કરતી નોડલ એજન્સી તરફથી મળતી સૂચનાઓ તથા માર્ગદર્શનો નગરપાલિકા કક્ષાએ યોગ્ય તથા અસરકારક અમલ કરાવવો.
    • નગરપાલિકાની યોજનાઓના કામોમાં પ્રગતિ બાબતે સમાયાંતરે પત્રો પાઠવવા.
    • બેંકો દ્રારા યોજનાની માર્ગદર્શિકા મુજબ શહેરી ગરીબ લાભાર્થીઓ/જુથો ના લોન-સબસીડીના કેસો વહેલી તકે મંજુર થાય તે માટે જરૂરી પત્ર વ્યવહાર કરવો.
    • સરકારશ્રી દ્રારા વિવિધ વિકાસલક્ષી યોજના અંર્તગત મળતી કરોડોની ગ્રાંટને સરકારશ્રીની નિયત કરેલી યોજનાની માર્ગદર્શિકા અનુસાર જ ઉપયોગ થાય તે બાબતની તકેદારી રાખવી.


    • SJMMSVY (સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના) : નગરપાલિકામાં સમાવિષ્ટ શહેરી વિસ્તાર નવસારી જિલ્લામાં સમાવિષ્ટ ૧૧ નગરપાલિકાઓમાં વધતી જતી જરૂરિયાતોના અનુસંધાને માળખાકીય સુવિધા અને યોજનાને ધારાધોરણોને ધ્યાનમાં લઈને શહેરી વિસ્તારોમાં વિવિધ સુવિધા પુરી પાડવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
    • નિર્મળ ગુજરાત શૌચાલય યોજના : નગરપાલિકામાં સમાવિષ્ટ શહેરી વિસ્તારમાં શૌચાલય વિહોણા બી.પી.એલ લાભાર્થીઓને શૌચાલય બનાવવા અંગેની સહાય પુરી પાડવી.
    • કૈલાસધામ યોજના : શહેરી વિસ્તારોમાં આવેલ નગરપાલિકા હસ્તક સ્મશાનગૃહોને વિધુત/ગેસ આધારિત કરી તેમનું આધુનિકરણ કરવું.
    • મિશન મંગલમ (અર્બન) યોજના : શહેરી ગરીબ સ્વ સહાય જુથોને નાણાકીય મદદ કરવા બેંક સાથે જોડાણ કરવું તથા નગરપાલિકામાં સખી મંડળોના મોનીટરીંગની કામગીરી કરવી.
    • રાષ્ટ્રીય શહેરી આજીવિકા મીશન (NATIONAL URBAN LIVEHOOD MISSION) : શહેરી વિસ્તારોમાં સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનું પુન:ગઠન કરી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મીશન (NATIONAL URBAN LIVEHOOD MISSION) સપ્ટેમ્બર-૨૦૧૩ થી અમલીકરણમાં આવેલ છે જે અંર્તગત નવસારી જિલ્લાના મુખ્ય નગરપાલિકા નવસારી નગરપાલિકા સમાવિષ્ટ કરેલ છે.