• Skip Navigation Links




    જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના

          ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આફત જોખમ વ્યવસ્થાપન કાર્યકમ આફતોની શક્યતા ધરાવતા ૧૭ રાજ્યોમાં કરવામાં આવેલ. જે પૈકી ગુજરાત રાજ્યના જીલ્લાઓમાં ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તા મંડળના સહયોગથી આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મુકેલ છે. જે અનુસંધાને નવસારી જીલ્લામાં વિવિધ શક્ય આફતોને ધ્યાનમાં રાખી જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવેલ છે. જેનો મુખ્ય આશય અવારનવાર સર્જાતી કુદરતી અને માનવ સર્જિત આફતોને થતા જાન માલના નુકશાનનો ઘટાડો કરવાનોછે.

         નવસારી જીલ્લાએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વિવિધ પ્રકારની કુદરતી તથા માનવ સર્જિત આફતોનો સામનો કરેલ છે. આમ, બદલાયેલા સમયમાં આપત્તિ વ્યવસ્થાપન એ માત્ર ચોમાંનાસા ચાર માસ પુરતુ માર્યાદિત નથી રહ્યું. વારંવાર ત્રાટકતી આપ્પ્તીઓ સામે ઝડપી પ્રતિસાદ આપવા જીલ્લાના તમામ વિભાગો સાથે સંકલિત રીતે વિભાગોના રિસ્પોન્સ પ્લાન તૈયાર કરાવી મેળવીને સરકારશ્રી દ્વારા નિયત કરેલ નમુના મુજબ નવસારી જિલ્લાનો જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.

         જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના નવસારી જિલ્લામાં આફતની પરિસ્થિતિ પહેલા, દરમિયાન અને આફત પછીની પરીસ્થિતિમાં જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને વિવિધ ટાસ્ક ફોર્સને આકસ્મિક સંજોગોમાં ઝડપી પ્રતિભાવ આપવા માટે માર્ગદર્શક રૂપ નીવડશે.





    • રાહત સહાય - કુદરતી આપતિ જેવી કે પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી વગેરે.
    • રાહત સહાય - માનવ સજીત આપતિ જેવી કે કોમી રમખાણ.
    • આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમનુ અમલીકરણ.