• આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો - એ સત્તાના વિકેન્દ્રીકરણને મૂર્તિમંત કરતું અગત્યનું સોપાન છે. આ અભિગમ દ્વારા રાજયમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી અને નિવાસથી નજીકમાં નજીકના સ્થળે સેવા પૂરી પાડવાનો પ્રયાસ છે. તદઉપરાંત તાલુકા કક્ષાએ જ આયોજન અને અમલીકરણ તેમજ વહીવટી પ્રક્રીયા યાને વિશેષ ગતિશીલ, અસરકારક, પરિણામલક્ષી, સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવાનો છે, પ્રજાના તમામ પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ જ રજુઆત, વિચારણા અને તેના નિરાકરણની સુર્દઢ વ્યવસ્થા ગોઠવવાની છે.


  પ્રજાના રોજબરોજના વ્યવહારો તેમાંય ખાસ કરીને તેની સગવડ તેમજ સુખાકારીને સ્પર્શતી બાબતોના પ્રશ્નો, રજુઆતનો તાલુકા કક્ષાએ જ સમયમર્યાદામાં નિકાલ થાય તેવા સુર્દઢ વહીવટી માંળખાની રચના કરવાનો આશય છે.


  તાલુકા ટીમને વધુ સક્રીય, સબળ અને સુગઠીત બનાવવાની છે. તેની સાથે જ તાલુકાની સામાજિક, ભૌગોલિક તથા આર્થિક પરિસ્થિતિ મુજબ જ તેની ક્ષમતા, નબળાઈઓ તથા તકો ધ્યાને લઈને સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસની થીમને આવરી લઈને તાલુકા વિકાસ પ્લાન બનાવવાનો અને તાલુકાના વિકાસને સથવારે રાજયના વિકાસના સુઆયોજનનો પથ નિશ્ચિત કરવાનો છે.  • તાલુકા આયોજન સમિતિ
  • ગેપ એનાલીસીસ
  • SWOT એનાલીસીસ.
  • તાલુકા થીમ પદ્બતિ (જી.આઈ.એસ) આધારીત આયોજન

  • તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિ
  • જુથ (કલસ્ટર) અભિગમ
  • સમાન (કોમન) મેનેજમેન્ટ ઈન્ફોરમેશન સીસ્ટમ.
  • જનસેવા કેન્દ્બ

  • વિવિધ યોજનાઓનો સમન્વય (કન્વર્ઝન્સ)
  • એકસમાન યોજનાઓનું પૂન:ગઠન (રીસ્ટ્રકચરીંગ)

  • તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિ
  • તાલુકા સ્વાગત
  • ગ્રામ સ્વાગત

  • પ્રાંત અધિકારીની દેખરેખ અને નિયંત્રણ
  • વિવિધ વિભાગો દ્બારા તાલુકાના અધિકારીઓને સત્તા સોંપણી
  • જનસેવા કેન્દ્બ દ્બારા અરજી સ્વીકાર અને નિકાલ